અમદાવાદ : જો તમે ખાનગી ઑટો રિક્ષામાં તમારા બાળકોને શાળાએ લેવા અને મુકવા માટે મોકલો છો, તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે અમદાવાદમાં બનેલો એક કિસ્સો સાંભળી, તમારા પગ નીચેથી જમીન સરકી જશે. એક રિક્ષા ચાલક જેને પોતાને પુખ્ત વયના દીકરા અને દીકરી છે, તે 5-7 વર્ષના બાળકોને ગેમ રમાડવાના નામે એવી ગંદી હરકત કરાવતો જે સાંભળી તમારા રૂંવાટા ઊભા થઈ જશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રામોલ પોલીસે પકડેલા રાજકુમાર રાજપૂત નામના 53 વર્ષીય આ શખ્સે માનસિક વિકૃતિની તમામ હદો વટાવી નાખી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં આ આરોપી સામે પોક્સોનો ગુનો નોંધાયો છે. આ નરાધમ રિક્ષાચાલક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવીને અને ગેમ રમાડવાના બહાને પોતાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. એક માતા સુધી આ વાત પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
બાળકોએ માતાપિતાને હકીકત જણાવી કે આ નરાધમ પોતાની ઑટો રિક્ષામાં એક થેલી અને રૂમાલ રાખતો હતો, જે થેલીમાં એક કાણું પાડેલું હતું, બાળકોને સ્કૂલેથી લાવતા અને લઈ જતા સમયે જ્યારે પણ સમય મળે તે બાળકોને ગેમ રમાડતો હતો, જે ગેમમાં તે રીક્ષાના સ્ટેરીંગ પર કાણું કરેલી ઠેકી લટકાવી, તેમાં ચોકલેટ અને બોલ નાખી દેતો હતો અને બાળકોને અંદર હાથ નાખી જે સૌથી વધુ ચોકલેટ કાઢશે તેને ઇનામ આપશે તેવી લાલચ આપી પોતાના ગુપ્ત ભાગને ટચ કરાવતો હતો.
અશ્લીલ વિડિઓ બતાવી તે મુજબની હરકત કરવા બાળકોને કરવાનું કહેતો હતો, અને જો કોઈ બાળક આવી ગંદી ગેમ રમવાની ના પાડે તો તેના માતાપિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. આ વિકૃત રિક્ષા ચાલક નાની બાળકીની સાથે બાળકો જોડે પણ આવી ગેમ રમાડતો હતો.આ મામલે ફરિયાદ નોંધાતા રામોલ પોલીસે ફરિયાદીની દિકરી સિવાય અન્ય પણ 4 થી 5 દીકરીઓના નિવેદન લીધા છે, જેમણે પણ આ નરાધમની વિકૃત હરકતો જણાવી છે, આરોપી પોતાની રિક્ષામાં 14 બાળકોને લાવતો લઈ જતો હોવાથી અન્ય બાળકોના નિવેદન લેવાની કાર્યવાહી હજુ પોલીસ કરી રહી છે.
રાજકુમાર રાજપૂતની ધરપકડ કરી છે, આરોપી છેલ્લા 22 વર્ષથી ઑટો રિક્ષા ચલાવે છે અને છેલ્લા 4-5 વર્ષથી નાના અને મોટા બાળકોને સ્કૂલે લાવા લઈ જવાનું કામ કરે છે, તેને પોતાને એક પુખ્ય વયનો દીકરો અને લગ્ન લાયક દીકરી છે. તેવામાં હાલ પોલીસે આરોપીનો મોબાઇલ પણ કબજે કરી તેમાંથી બીભત્સ વીડિયો રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


