અમદાવાદ : અમદાવાદના નારણપુરા વોર્ડમાં AMC દ્વારા અંકુર ક્રોસ રોડથી પલ્લવ ક્રોસ રોડનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ માર્ગને હવે “જીતો અમદાવાદ માર્ગ” તરીકે ઓળખવામાં આવશે.જેના નામકરણ સમારોહનું આયોજન 2 ડિસેમ્બર 2025ના અંકુર ચાર રસ્તા ખાતે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે યોજવામાં આવ્યો, આ પ્રસંગ જીતો અમદાવાદ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન હતું. આ કાર્યક્રમમાં જીતોના અગ્રણીઓ તેમજ AMCના મુખ્ય પદાધિકારીઓ સાથે 300થી વધુ મેમ્બર તેમજ સ્થાનિક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં માનનીય મેયરશ્રી એ જીતોના કાર્યની સરાહના કરી અને માનનીય પ્રધામમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ને અપનાવી વિકાસમાં સહયોગી બનવા અપીલ કરી. આ પ્રસંગે ચેરમેન રાજીવ છાજેરે & ચીફ સેક્રેટરી જૈનિક વકીલ જણાવ્યું કે આ માર્ગને સુંદર રીતે વિકસિત કરીશું, જ્યાં જરૂર પડશે ત્યાં આ માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવીશુ સાથે સાથે શહેરના વિકાસમાં ચોક્કસ સહયોગ આપીશું, તેમને વધુમાં જણાવ્યું કે નાના ફેરિયાઓ તેમજ લારીવાળાના વ્યવસાય વધે તે દિશામાં પણ સંસ્થા કાર્ય કરશે.
આ અવસરે નારણપુરાના ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના દંડક શીતલ ડાગા, ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રીતેશભાઈ મહેતા, જીતો એપેક્સ ચેરમેન ગણપતરાજ ચૌધરી, જીતો એપેક્સ વાઇસ ચેરમેન હિમાંશુ શાહ, શ્રમણ આરોગ્યમ પ્રમુખ મલય શાહ, જીતો ગુજરાત ઝોનના ચેરમેન સંજીવ છાજેર તેમજ સ્ટિયરિંગ કમિટીના સભ્યો હસમુખ ગઢેચા, હેમંત શાહ, પ્રકાશ સંઘવી, જીગીશ દોશી, જીગીશ શાહ, કુશલ ભણસાલી, ચેતન શાહ, અસિત શાહ, ઋષભ પટેલ, જીતો લેડીઝ વિંગ અને યૂથવિંગના પદાધિકારી હાજર રહ્યા હતા.


