અમદાવાદ : 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં શિક્ષકદિન દાયકાઓથી ઉજવાય છે.આજે શહેરના નવા વાડજ ખાતે આવેલ શ્રી ગણેશ શિક્ષણ સંકુલ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકદિન નિમિત્તે શિક્ષક વંદના સ્વરૂપે ડાન્સ કરી તથા શિક્ષકનું મહાત્મ્ય સમજાવતું વકતૃત્વ આપી શાળાના શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આખો દિવસ બાળ ગુરૂઓના કિલ્લોલથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વિદ્યાર્થીઓના આવા અદભૂત આદરથી શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વિવિધ વિષયના વિષય શિક્ષક બનીને પોતાના મિત્રો સમક્ષ લેક્ચર લીધા હતા. વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે કોઈ ટોપિક સમજાવતા જોઈ શિક્ષકોને પણ ગર્વની લાગણી અનુભવાઈ હતી. સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રેન્ક આપવામાં આવેલ તથા સર્ટીફીકેટ આપી તેમને પ્રોત્સાહિત કરેલ. શિક્ષક બનવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાથી લઈને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે અન્ય ઘણી બધી કામગીરી માટે શાળાના શિક્ષકગણની ઘણા દિવસોની જહેમત તથા વિદ્યાર્થીઓની મહેનતને શાળાના ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેકટર જસ્મીનાબેન પટેલે બિરદાવી હતી.