27.8 C
Gujarat
Friday, November 22, 2024

અમદાવાદ એરપોર્ટ પર નવું નજરાણું : 6 મહિનાથી 10 વર્ષના બાળકો માટે બનાવાયો ખાસ પ્લે એરિયા

Share

અમદાવાદ: બાળકો સાથે હવાઈ મુસાફરી કરતા માતા-પિતા માટે એક ખુશ ખબર આવ્યા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં રમત ગમતનો આનંદ માણી શકશે.

SVPI એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર આ નવીન સુવિધા પ્રવાસીઓની સફરમાં આકર્ષણ ઉમેરશે. બાળકો મુક્ત પણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમતગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે. SVPI એરપોર્ટ ટીમ મુસાફરોને અવનવી સુવિધાઓ પ્રદાન કરવા સતત પ્રયાસરત અને તેમની જરૂરિયાતોને સંતોષવા સમર્પિતપણે કામ કરી રહી છે. તાજેતરમાં ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન માટે ઉબેર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles