રાજકોટએક કલાક પહેલા
કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
ગત વર્ષે માર્ચમાં બીજી લહેરના ભણકારા શરૂ થયા હતા આ વર્ષે ત્રીજી લહેર પણ વીતી ગઈ
રાજકોટ શહેરમાં કોરોનાકેસ સતત ઘટી રહ્યા છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 9 જ રહી છે. તેમજ આજ સુધીમાં રિકવરી રેટ 99.20 ટકા નોંધાયો છે. તેમજ કુલ કેસની સંખ્યા 63681 પર પહોંચી છે. આજ સુધીમાં 17 લાખ 48 હજાર 619 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ પોઝિટિવ રેટ 3.64 ટકા નોંધાયો છે. ગઇકાલે એક દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતીગત વર્ષની વાત કરીએ તો માર્ચ મહિનામાં હજુ બીજી લહેરના ભણકારા વાગી રહ્યા હતા અને માર્ચનો અંત આવતા કેસની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી. જ્યારે તેના એક વર્ષ બાદ એટલે કે ચાલુ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રીજી લહેર પણ પૂરી થઈ ગઈ છે અને જીવન ફરી પૂર્વવત થવા લાગ્યું છે. ત્રીજી લહેરમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે, દર્દીઓ ખૂબ ગંભીર બનતા ન હતા અને હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતી. જોકે ત્રીજી લહેર દરમિયાન વધુમાં વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા.
ત્રીજી લહેરમાં 20 હજારથી વધુ કેસ નોંધાયાત્રીજી લહેર દરમિયાન રાજકોટ શહેરમાં 20,000થી વધુ કેસ નોંધાયા હતા કોઇ દિવસ પોઝિટિવિટી રેશિયો 30 ટકા જેટલો વધી ગયો હતો અને સળંગ પોઝિટિવિટી રેશિયો 8 ટકાથી વધુનો છે જે બીજી લહેર કરતા ઘણો વધારે હતો. જોકે મોટાભાગના કેસમાં વેક્સિનેશન થઈ ચૂક્યું હોવાથી 95 ટકાથી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા અને માત્ર 5 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હતી.
અન્ય સમાચારો પણ છે…