અમદાવાદ : થોડાક સમયના વિરામ બાદ ફરી એકાએક કોરોનાંના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુમાં હોય તેમ નહિવત કેસ આવી રહ્યા છે. ત્યારે હવે ધીમે ધીમે કોરોનાનાં આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. જે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસો નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં કોરોના વાયરસના નવા 13 કેસ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાતમાં આજે કોરોના વાયરસના કેસની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં કોરોના વાયરસના નવા 13 કેસ છે. આ સિવાય રાજકોટમાં 3, વડોદરા, સુરત, ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 68 દર્દીઓ સંક્રમિત છે. તેમાંથી 1 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 67 લોકોની હાલત સ્ટેબલ છે.