જામનગર10 મિનિટ પહેલા
કૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયા
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં ગુજરાત પ્રદેશ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રા ગુજરાતના જિલ્લાઓમાં કાઢવામાં આવી રહી છે ત્યારે આજ રોજ જામનગરમાં ત્રિરંગા યાત્રા પહોંચી હતી અને જામનગરના રામેશ્વરનગર ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. શહેરના ચાંદી બજાર સેન્ટ્રલ બેન્ક હવાઈ ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા નીકળી હતી.
જામનગરમાં આજરોજ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ સહિતના આપ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા હતા. જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમુર, મહિલા પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને ત્રિરંગા યાત્રા શહેરમાં ફરી હતી.
આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે દિલ્હીની જનતા અને પંજાબની જનતાએ આમ આદમી મોકો અને ટેકો આપ્યો છે ત્યારે નવી રાજનીતિની શરૂઆત થઇ છે. ત્યારે દરેક જિલ્લા અને શહેરમાં વિધાનસભા દીઠ ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં અમે બે દિવસથી 22 જિલ્લામાં ત્રિરંગા યાત્રા પૂર્ણ કરી છે.આગામી દિવસોમાં 182 વિધાનસભા દિઠ ત્રિરંગા યાત્રા નીકળશે જેથી કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના જાગે અને ભારત શું છે ભારતનો ઇતિહાસ શું છે તે ખબર પડે.
અન્ય સમાચારો પણ છે…