Friday, October 16, 2026

સુપ્રીમનો મોટો ચુકાદો : પતિ-પત્ની સહમત હોય તો તુરંત મળશે છૂટાછેડા, હવે 6 મહિના નહીં જોવી પડે રાહ

spot_img
Share

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે પોતાનો ચુકાદો આપતી માર્ગદર્શિકા બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સોમવારે છૂટાછેડા (તલાક) પર મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા હોય (જ્યારે સંબંધો એટલા ખરાબ થઈ જાય છે કે તેને ફરીથી પાટા પર લાવવા શક્ય નથી) કે સમાધાનનો કોઈ અવકાશ જ નથી, તો કોર્ટ ભારતના બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડાની મંજૂરી આપી શકે છે.


પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોમવારે જસ્ટિસ એસકે કૌલની આગેવાની હેઠળની પાંચ જજની બેંચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને બંધારણની કલમ 142 હેઠળ સંપૂર્ણ રીતે ન્યાય કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે કલમ 143 હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને પતિ-પત્નીની પરસ્પર સંમતિથી કોર્ટ તેમનાં લગ્ન રદ કરી શકે છે. બેન્ચે કહ્યું હતું કે હવે આ દંપતીએ સંબંધનો અંત લાવવા માટે છ મહિના સુધી રાહ જોવી નહીં પડે.

સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકામાં છુટાછેડા સમયે, ભરણપોષણ, ભથ્થુ અને બાળકોની કસ્ટડી જેવી બાબતોનો ધ્યાનમાં રાખશે, સુપ્રિમ કોર્ટની 5 જજની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...