અમદાવાદ : બિનશરતી પ્રેમનો સૌથી પવિત્ર અને સાચો મતલબ એટલે માતાનો પ્રેમ.માતાનું મહત્વ ઉજાગર કરતા દિવસ એટલે મધર્સ ડે. બાળક માટે માતા અને માતા માટે તેનું બાળક ખાસ હોય છે પણ મધર્સ ડે એવો દિવસ છે જ્યારે બાળકને તેની લાગણી શેયર કરવાની તક મળે છે. જેના અંતર્ગત નવા વાડજની જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા મધર્સ ડે નિમીતે અનોખુ સેલિબ્રેશન કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજની જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા મધર્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેમસ સ્પીકર જીગર પંચાલે શ્રેષ્ઠ સકારાત્મક અને સંપૂર્ણ વાલીપણા અંગે વાલીઓને અદભુત ટીપ્સ આપી હતી. જે બાદ સ્કૂલ દ્વારા મધર્સ ડે સેલિબ્રેશન નિમિત્તે બાળકોની માતાઓ માટે વિવિધ ગેમ્સનું પણ આયોજન કર્યું હતું. સમગ્ર સેલિબ્રેશન બાળકો અને મમ્મીઓ માટે રેટ્રો થીમ રેમ્પવોક ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ હતું. બાળકો અને મમ્મીઓએ ખૂબસૂરત પોશાક પહેર્યો હતો અને શાળાના સંચાલક ઝલક વાળા ભાવસાર પણ પોતાના અનુભવો જણાવીને બાળકોને સારા કાર્યો કરવાની અને નીતિના માર્ગે ચાલવાની સલાહ આપી હતી, જેને પગલે માતા-પિતાને ખુશી મળે છે.આ કાર્યક્રમ દરમિયાન માતાઓ-બાળકો સહિતના બધાએ આનંદ માણ્યો હતો. આ સમયને પ્રત્યેક લોકો લાંબા સમય સુધી યાદ કરશે.
તમને જણાવી દઈએ કે નવા વાડજમાં આવેલ જીનિયસ જનરેશન પ્રી સ્કૂલે વિદ્યાર્થીઓને લઈને અનેકોનેક એક્ટિવિટી દ્વારા ખુબ જ ટૂંકા ગાળામાં સમાજમાં અનેરું સ્થાન મેળવ્યું છે.બાળકોને શ્રેષ્ઠ એજ્યુકેશન, લાઇફ સ્કિલ્સ એજ્યુકેશન સાથે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ નિયમિત કરાવે છે, તો પ્રિ-સ્કૂલ શિક્ષણ માટે તમારા બાળકને બીજે ક્યાંય નોંધણી કરાવતા પહેલા એકવાર મુલાકાત લો.