અમદાવાદ : IPL 2023ની ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની CSKએ રોમાંચક મેચમાં છેલ્લા બોલે GT ને પાંચ વિકેટે પરાજય આપી પાંચમી વખત IPL ટ્રોફી જીતી છે. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની સેના પાંચમી વખત IPLની ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન ફટકાર્યા હતા. જ્યારે CSKની ઈનિંગ શરૂ થઈ તો ત્રણ બોલ બાદ વરસાદ આવ્યો હતો. ત્યારબાદ CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં CSKની ટીમે 15 ઓવરમાં 171 રન બનાવી પાંચમી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી હતી.
સોમવારે રાત્રે ફરી એક વાર વરસાદ પડતાં IPLની ફાઇનલ મેચ થોભાવવી પડી હતી. નરેન્દ્ર મોડી સ્ટેડિયમ વિસ્તારમાં પણ ભારે વરસાદ શરુ થતાં મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. જો કે વરસાદ રોકાતા અને મેદાન સુકાઇ જતાં રાત્રે 12.10 કલાકે ફરી મેચ શરુ થઇ હતી. CSKને 15 ઓવરમાં 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતમાં ફટકાબાજી શરુ કરી હતી. જો કે તબક્કાવાર વિકેટો પડવા લાંગી હતી. કપ્તાન ધોની પણ ફાઇલ મેચમાં ચાલ્યા ન હતા. મોહિત શર્માની બોલિંગમાં તે કેચ આઉટ થઇ ગયા હતા.
RAVINDRA JADEJA 🔥🔥
TAKE. A. BOW 🫡🫡#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja pic.twitter.com/7gyAt62hdn
— IndianPremierLeague (@IPL) May 29, 2023
એક સમયે એવું લાગતું હતું કે CSK મેચ જીતી શકે છે પણ ત્યારબાદ વિકેટો પડતાં ગુજરાત ટાઇટનનું પલડું ભારે થઇ ગયું હતું. મોહિત શર્માએ ઉપરા ઉપરી 2 વિકેટો ઝડપી હતી. આખરી ઓવરોમાં મોહિત શર્માએ સુંદર બોલિંગ કરી હતી. મોહિત શર્માના યોર્કરના કારણે બેટ્સમેનો પર અંકુશ આવતાં છેલ્લે મેચ રોમાંચક અને દિલધડક બની રહી હતી.
CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટ્રોફી જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.