અમદાવાદ : ગુજરાતમાં મરણપથારીએ પડેલી ગુજરાતની ફરી સજીવન કરવા માટે દિલ્હી હાઈકમાને રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના આખા બોલા નેતા શક્તિસિંહ ગોહિલને પ્રદશ અધ્યક્ષ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. કોંગ્રેસમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા નેતાઓને આ સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે કે ગુજરાતના રાજકારણમાં હવે એમનાં વળતાં પાણી છે. શક્તિસિંહ ગોહિલ અત્યારસુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. જે જવાબદારી હવે દીપક બાબરિયા સંભાળશે. શક્તિસિંહ ગોહિલની ગણના રાહુલ ગાંધીના ખાસ નજીકના નેતા તરીકે થાય છે. ગુજરાતમાં કોંગ્રેસે સૌથી બોલ્ડ નિર્ણય લીધો છે. જેને પગલે ભાજપને પણ ટેન્શન આવશે.
શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનવાના કારણો શું હોઈ શકે
કોંગ્રેસના રાજ્યસભાના સંસદ
કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે અતિ નિકટના સબંધ
સંગઠન ઉપર સારી પકડ અને સ્પષ્ટ વક્તા
કોંગ્રેસની સરકારમાં માજી મંત્રી અને નેતા વિપક્ષ પણ રહી ચુક્યા છે
2 વાર પ્રધાન, 2 રાજ્યોના પ્રભારી અને સફળ રાજકીય રણનીતિકાર છે શક્તિસિંહ ગોહિલ 34 વર્ષથી રાજકારણમાં
ભાજપને ટેન્શન અપાવે એવો નેતા
શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. ગુજરાત પ્રદેશ કોગ્રેસના નવા પ્રમુખના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં પણ ડિપ્લોમાં કર્યું છે.જેઓ હાલમાં રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા છે. શક્તિસિંહે 1991થી 1995 દરમિયાન સતત બે વખત ગુજરાત સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. તે ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે કામ કર્યું હતું. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા હતા તેમજ નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહી ચુક્યા છે.