અમદાવાદ : અમદાવાદની મહિલા દ્વારા રથયાત્રા નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી ચોકલેટના નવા રથ બનાવવામાં આવે છે. આ રથ બનાવીને જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને અર્પણ કરવામાં આવે છે. આ ચોકલેટનો રથ બનાવવા પાછળ 10 કિલો મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે.મહત્વનુ છે કે આ રથ બે દિવસમાં તૈયાર કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રથ બનાવનાર મહિલાએ જણાવ્યુ કે આ વખતે ગરમી થોડી વધારે હતી જેથી આ ચોકલેટ રથ બનાવવા થોડી તકલીફ પડી હતી. પરંતુ ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી આ કઠિન કામ પૂર્ણ થયું છે. આ રથ બનાવવા માટે ઘરના સભ્યો અને ઓફિસના મિત્રોએ પણ મદદ કરી છે.
મહત્વનુ છે કે આ વખતે મંદિરમાં નવા રથ બનાવવામાં આવ્યા છે. ત્યારે આ મહિલાએ જણાવ્યુ કે પોતાના ઘરે મિલ્ક ચોકલેટ અને તેની ઉપર એડિબલ ગોલ્ડન કલર લગાવી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે.