અમદાવાદ : અમદાવાદના જગતપુર વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. જ્યારે બીજી તરફ 3 કરોડના ખર્ચે ક્રેડાઇ દ્વારા નિર્મિત ઓક્સિજન પાર્કને અમિત શાહે ખુલ્લો મુક્યો.ઓક્સિજન પાર્કમાં 12 હજારથી વધુ વૃક્ષો ઉછેરાયા છે.આ પ્રસંગે શાહે બિલ્ડરોને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી.
પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે 73 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. જેમાં સૌથી મહત્વકાંક્ષી અને લાંબો સમય વિવાદમાં રહેલા જગતપુર વિસ્તારમાં જગતપુર બ્રિજનો ઓવરબ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. આ ઉપરાંત ચેનપુર રોડ પર આવેલા શાંતિદીપ 2 પાસે મ્યુનિ. દ્વારા બનાવવામાં આવેલા ગાર્ડનનું અને સિંધુભવન રોડ પર આવેલા મેપલ કાઉન્ટીની નજીક ક્રેડાઇ અમદાવાદ સીએસઆર ફાઉન્ડેશન દ્વારા પીપીપી ધોરણે બનાવવામાં આવેલા ગાર્ડનનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમિત શાહે ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું અને ક્રેડાઇના હોદ્દેદારોને વૃક્ષના વાવેતરની અપીલ પણ કરી. શાહે ક્રેડાઇને વિનંતી કરતા દરેક બિલ્ડર પોતાની સાઇટ પર ઓછામાં ઓછા 25 વૃક્ષનું વાવેતર કરે. અમિત શાહે નિર્ધાર વ્યક્ત કર્યો કે જો વૃક્ષનું જતન થશે તો અમદાવાદ હરિયાળું થશે.