અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી હવે આવી ગઈ છે. આગામી ગણતરીની કલાકોમાં જ અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી રવિવારથી એટલે કે આવતીકાલથી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ શરૂ થઈ જશે. આવતીકાલે (2 જુલાઈ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ સેવાનો પ્રારંભ કરાવશે.
All set to Sail!
The river cruise/floating restaurant you’ve been waiting for is finally getting ready to welcome you aboard! Set to sail along the Sabarmati River, this river cruise offers a unique dining experience that you won’t forget anytime soon.#SabarmatiRiverfront pic.twitter.com/p3nX0OfRcP— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) May 4, 2023
આ અંગે AMCના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ટ્વીટ મુજબ લાબાં સમયથી રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝનું સપનું આખરે અમદાવાદીઓનું પૂરું થશે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ ક્રૂઝને તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી 2જી જુલાઈના રોજ વર્ચ્યૂઅલી આ ક્રૂઝનું લોકાર્પણ કરવામાં આવશે.અંદાજે 12થી 15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ક્રુઝની ટિકિટ લોકો ઓનલાઈન અને ઓફલાઈન બુક કરી શકશે. ખાનગી કંપની દ્વારા આ ક્રૂઝનું સંચાલન કરવામાં આવશે.
અત્યાર સુધી લોકો સાબરમતી નદીમાં બોટિંગ રાઈડનો આનંદ માણતા હતા. હવે સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. જેમાં 150 જેટલા લોકો એકસાથે બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. હવે લોકોને આવી ક્રૂઝ રેસ્ટોરન્ટની મજા માણવા બહાર નહીં જવું પડે.