અમદાવાદ : અમદાવાદમાં જેટલીવાર વરસાદ થાય ત્યારે ત્યારે લગભગ AMCના અધિકારીઓ અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર્સના જીવ અદ્ધર થઈ જતા હશે. અમદાવાદમાં નવા વાડજ, રાણીપ, આશ્રમ રોડ, નવરંગપુરા, સરખેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે રોડ રસ્તા ભીના થઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને પગલે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી.
અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો હાલત એવી છે કે દર થોડા અંતરે વાહન ચાલકો ધક્કા મારતા જોવા મળી રહ્યા છે. વરસાદમાં પાણી ભરાય અને પછી એ પાણીમાં વાહન ચલાવવું પડે તો પછી ધક્કા મારવાની નૌબત આવે તેવી હાલત આવા ઘણા લોકોની થઈ છે. જોકે તંત્રને એવી કોઈ મુશ્કેલી પડી હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસ્તા વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ જન જીવ અસ્તવ્યસ્ત જોવા મળ્યુ હતુ.
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કર્યા પ્રમાણે આગામી 5 દવસ સાર્વત્રીક વરસાદ રહેશે. જેમાં આવનારા ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે અને તે પછી 2 દિવસ ધીમા વરસાદનું જોર રહેશે. ખાસ કરીને શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવો અંદાજ છે. હાલમાં 4 દિવસ તો ગુજરાતના દરિયામાં માછીમારોને નહીં જવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને શનિવારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં એલર્ટ અપાયું છે.