Sunday, April 19, 2026

કેદારનાથમાં મોબાઈલ પર પ્રતિબંધ, ફોટા પાડશો કે વિડીયો ઉતારશો તો થશે કાયદેસરની કાર્યવાહી

spot_img
Share

કેદારનાથ : તાજેતરમાં કેટલાક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં રહેલા કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશ, ફોટોગ્રાફ્સ લેવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંદિરની વ્યવસ્થા માટે જવાબદાર બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ અંગેના બોર્ડ લગાવ્યા છે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ અંગેના બોર્ડ લગાવ્યા છે. આ બોર્ડમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરો, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહો.અન્ય કેટલાક બોર્ડમાં મંદિર અને મંદિર પરિસરમાં માત્ર સાધારણ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે અન્ય બોર્ડ જણાવે છે કે મંદિર પરિસરમાં તંબુ કે શિબિર લગાવવી એ સજાપાત્ર ગુનો છે. હિન્દી અને અંગ્રેજીમાં લખેલા આ બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે જો આમ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેદારનાથ મંદિરમાં બનાવાયેલા એવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા, જેને લઈને તીર્થયાત્રીઓથી લઈને સામાન્ય શ્રદ્ધાળુઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે પણ વાંધો ઉઠાવ્યો હતો અને ધાર્મિક સ્થળો પર આવા કૃત્યોની નિંદા કરી હતી.એક વીડિયોમાં જ્યાં એક વ્લોગર તેના પુરુષ મિત્રને મંદિર પરિસરમાં ઘૂંટણિયે બેસીને નાટકીય રીતે પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. અન્ય એક વીડિયોમાં એક મહિલા મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડતી જોવા મળી હતી. આ સિવાય કેદારનાથ મંદિરમાં પણ ઘણા લોકો રીલ બનાવતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...