અમદાવાદ : આજે વહેલી સવારે અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે સ્કૂલ બસમાં બાળકો ન હોવાથી જાનહાની ટળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. જે બાદ અકસ્માતમાં બસના ડ્રાઈવર ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.આ અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી. તો બીજી બાજુ પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બસના ડ્રાઈવર સાઈડના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે.
અગાઉ અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એરપોર્ટ રોડ પર આર્મી કેમ્પની સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલુ બસે ડ્રાઈવરને ખેંચ આવતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. જો કે સ્કૂલ બસને અકસ્માત થતાં જ આર્મી જવાનો દોડી આવ્યા હતા.