27.8 C
Gujarat
Friday, November 22, 2024

દરેક માતા-પિતાએ વાંચવા જેવો કિસ્સો, 9 મહિનાનું બાળક રમતા-રમતા ગળી ગયું LED બલ્બ, અમદાવાદ સિવિલમાં થઈ સફળ સર્જરી

Share

અમદાવાદ : ડોકટર હમેશા વાલીઓ અને માતા-પિતાને એક સલાહ આપતા હોય છે કે,તમે તમારા નાના બાળકોને નાની વસ્તુઓ જેવી કે ટાંકણી, સિક્કા,સોય જેવી નાની વસ્તુઓ દુર રાખવી જોઈએ. બાળકના ઉછેરમાં ખુબ ધ્યાન રાખવું પડે છે. અને એમાં પણ જયારે બાળકને દાંત આવતા હોય ત્યારે તો ખુબ ખ્યાલ રાખવું પડે છે કેમ કે ત્યારે તે ગમે તેવી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે. જેના કારણે એક ગંભીર ઘટના સર્જાય છે, તેવો જ એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો સામે આવ્યો છે.નવ માસનું એક બાળક LED બલ્બ ગળી જતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી કરીને બાળકના ફેફસામાંથી બલ્બ બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના રતલામનું નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઇલ રમતા- રમતા LED બલ્બ ગળી ગયું હતું. જેના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફ વધતા તેણે સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. બાળકના શ્વાસોશ્વાસ વધવાથી X-Ray કરાવ્યો ત્યારે તેમાં જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું હતું.જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢવું શક્ય હતું. જેથી રતલામના તબીબોએ આ બાળકને બાળરોગ સર્જરીના નિષ્ણાંત તબીબ પાસે લઈ જવા કહ્યું હતું. આ બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદ રહે છે. તેમણે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું હતું.બાળકના માતા-પિતા મધ્યપ્રદેશથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનો ફરીવાર એક્સ-રે કર્યો ત્યારે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું હતું. આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી હતી. શ્વાસનળીની અંદર ફોરેન બોડીને પકડી શકાય તેમ હતું નહીં. ખૂબ જ સોજો અને વધારે પડતાં રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. ચાર દિવસ પછી બીજા પ્રયત્નમાં સફળતા મળી હતી. બીજા પ્રયત્નમાં ફોરેન બોડી આકારનો દેખાતો એક LED બલ્બ નીકળ્યો. બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને ડૉ. કલ્પેશની ટીમ દ્વારા સર્જરી કરીને LED બલ્બ કાઢી નાખવામાં આવ્યો હતો.સર્જરી બાદ આ પરિવાર ખુબ ખુશ થઈને મધ્યપ્રદેશ પાછો ગયો હતો. બાળક હાલ એકદમ સ્વસ્થ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles