Saturday, January 31, 2026

હાઉસીંગના રહીશો ભયભીત, રિડેવલમેન્ટના નામે મસમોટા ભ્રષ્ટાચારની આશંકા…!!

spot_img
Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કયાંક શરૂઆત છે તો કયાંક પ્રક્રિયા મધ્યમાં પહોંચી છે તો કયાંક પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.તો કેટલીક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા બાદ ડિમોલિશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.હવે જયાં પૂરી થઈ છે અને જયાં અંતિ તબક્કામાં છે ત્યાં બિલ્ડરો દ્વારા સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સહિતના લોકોની સાંઠગાંઠ રાખીને મસમોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાનું રિડેવલમેન્ટના વોટ્‌સઅપ ગ્રુપોમાં ચર્ચા ચાલી રહી છે.જેના કારણે અન્ય હાઉસીંગના રહીશો ભયભીત હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં મોટેભાગે ગરીબ, મધ્યમ ગરીબ અને સામાન્ય લોકો રહે છે, જેમાં મોટાભાગના લોકો આર્થિક રીતે ઓછા સંપન્ન હોવાને કારણે અનેક હાઉસીંગ વસાહતો જર્જરીત અવસ્થામાં છે.જે લોકો સંપન્ન છે એવા લોકોએ પોતાના મકાનો રીપેરીંગ કરાવી દીધા છે, જયારે જે લોકો આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે જર્જરીત મકાનોમાં જીવના જોખમે જીવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારને રિડેવલમેન્ટ પોલીસી એ હાઉસીંગના રહીશો માટે વરદાનરૂપ કહી શકાય, કારણ કે જેમાં જુના મુળ મકાનની સામે નવુ મકાન, વૈકલ્પિક વ્યવસ્થાનું ભાડું, ટ્રાન્પોર્ટેશન સહિત અન્ય ખર્ચાઓ હાઉસીંગના રહીશોને મળી રહ્યા છે, કયાંક બિલ્ડરોએ હાઉસીંગના રહીશોને ફર્નીચર પેટે ગીફટ મની પણ અપાયા છે.

પરંતુ ખેલ હવે શરૂ થાય છે, જયાં કેટલાંક બિલ્ડરો દ્વારા હાઉસીંગ સોસાયટીના લાલચું ચેરમેન સેક્રેટરીઓ સાથે સાંઠગાંઠ રાખીને હાઉસીંગના રહીશોને અન્યાય કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.જેમાં બિલ્ડરો દ્વારા કેટલાંક લાલચું ચેરમેન સેક્રેટરીઓને સાધી ગીફ્ટ મની, માપમાં ઓછું (જેમાં કાર્પેટ એરિયા રેરા મુજબ અને હાઉસીંગના દસ્તાવેજ મુજબ), ટેરેસ બારોબાર વેચી મારતા હોવાના આક્ષેપો રિડેવલમેન્ટના વોટ્‌સ ગ્રુપોમાં ચાલી રહ્યાં છે.
જેનો તાજો દાખલો નવા વાડજ વિસ્તારમાં ઉત્સવ એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, 2019થી રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, શરૂઆતમાં રિડેવલપમેન્ટમાં જોડાવવા મોટાભાગના ઉત્સવના રહીશો તૈયાર હતા. મતલબ કુલ 270 માંથી 75 ટકાથી વધુ સંમતિ લેવાઈ હતી.પરંતુ જેમ જેમ સમય જતા બિલ્ડર દ્વારા ગીફટ મની, માપમાં ઓછુ સહિતના મુદ્દે બિલ્ડર જોડે સમજૂતી ન થતા રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભે છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિલ્ડરે ગીફટ મનીના પાંચ લાખ ન આપવાનું કહેતા અનેક રહીશોએ પોતાની સંમતિ પાછી લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે.હવે બિલ્ડર દ્વારા સોસાયટીના કેટલાંક હોદ્દેદારો સાથે સાંઠગાંઠ રાખીને રિડેવલપમેન્ટની દિશામાં જવાનું હોવાનું પણ જાણવા મળ્યુ છે.

અમો મિર્ચી ન્યૂઝ પોતાની સામાજીક ફરજ સમજી સમગ્ર મુદ્દે હાઉસીંગના રહીશોને જાગૃતતા કેળવાય એ અર્થે આ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યાં છે. અને આગામી સમયમાં પણ કયાંય પણ હાઉસીંગના રહીશોને અન્યાયનો મામલો આવશે તો ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું.

(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને લોકો જીવન જોખમે જીવી રહ્યા છે એવા લોકોએ તાત્કાલિક રીપેરીંગ કરાવી દેવું જોઈએ અથવા તો રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)

જો બિલ્ડર સોસાયટીના હોદ્દેદારને 1 કરોડ વહીવટ પેટે આપે છે તો સોસાયટીને 10 કરોડનું નુકશાન થવાની શકયતા..!!
અનેક હાઉસીંગ કોલોનીઓમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બિલ્ડરો અને હાઉસીંગ સોસાયટીના ચેરમેનની સાંઠગાંઠની ચર્ચા ટોક ઓફ હાઉસીંગ બની છે.

જો હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડરને સીધું સટ ઉતરવું હોય તો સોસાયટીના લાલચું ચેરમેન સહિતના હોદ્દેદારોને સાધી પોતાના અનેક મનસૂબા પાર પાડી શકે તેમ છે.કોઈ બિલ્ડર લાભ લીધા વગર કોઈના ઉપર મહેરબાન થતા નથી.જો કોઈ ઉપર મહેરબાન થાય છે તો તેનું સીધુ નુકશાન સોસાયટી અને રહીશોને થવાનું છે.

એક અંદાજ મુકીએ તો કોઈ બિલ્ડર સોસાયટીના કોઈ પણ એક હોદ્દેદારને 1 કરોડ રૂપિયા ગીફટ તરીકે આપે છે તો સોસાયટી અથવા રહીશોને 10 કરોડ સુધી નુકશાન થવાનો અંદાજ નકારી શકાય એમ નથી.આમ કહેવા જઈએ તો બિલ્ડર 10 ગણો ફાયદો જોતા હોય છે અને આવા પ્રકારના પાછલા દરવાજે વહીવટો થવાની શક્યતાઓ રહેલી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...