અમદાવાદ : અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિરાંજલી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબહેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગીશભાઈ વિશ્વકર્મા, સર્વે ધારાસભ્યઓ, મેયર કિરીટ પરમાર તેમજ ભાજપના સર્વે આગેવાનો અને મહાનુભાવો સાહત\સહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે શહીદ દિન નિમિત્તે આયોજિત આ વિરાંજલી કાર્યક્રમ માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો અવસર છે.અગાઉ તો દેશ પ્રેમના નામ પર એક જ પરિવારના ગુણગાન ગવાતા હતા. દેશ માટે બલિદાન આપનારા અનેક શૂરવીરોનાં નામ ઈતિહાસમાંથી ભૂંસી દેવાના ષડયંત્રો પણ રચાયા હતા પણ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનુ સુકાન સંભાળતાં જ ભૂલાયેલા વીર શહીદોને યોગ્ય સન્માન આપવા વીરાંજલિ કાર્યક્રમો ઉપાડયા છે, જેનું ઉદાહરણ આજે આપણી સામે છે.