અમદાવાદ : નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી મનાવી શકે તે પોલીસ સજ્જ થઈ ગઈ છે. જો કે, આ સાથે આયોજકો માટે પણ પોલીસે કેટલાક સૂચનો જણાવ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર ટૂંક સમયમાં નવરાત્રીને લઇને જાહેરનામું બહાર પાડશે. જે જાહેરનામામાં અનેક સૂચનો પોલીસ દ્વારા આપવામાં આવશે.
નવલી નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે ત્યારે અમદાવાદ પોલીસની નવરાત્રીની તૈયારીઓ બાબતે અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું અત્યાર સુધીમાં 47 અરજીઓ પોલીસ પાસે આવી છે, જેમાં પરવાનગી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસની આયોજકોને સૂચના
1. જાહેરમાં લાઉસ્પીકર વગાડવાની માન્યતા 12 વાગ્યા સુધી આપવામાં આવી
2. ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિક નો પ્રશ્ન ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
3. ગરબા વેન્યુ પર આયોજકોને CCTV રાખવાની સૂચના, CCTV કંટ્રોલ રૂમ તૈયાર કરવાની સૂચના
4. પાર્કિંગ સ્થળ ગરબા ગ્રાઉન્ડ થી 100 મીટર દૂર રાખવાની સૂચના
5. હાર્ટ એટેકના કિસ્સામાં આવી ઘટના ના બને તે માટે તબીબી ટીમ તૈનાત રહે તે માટે CP દ્વારા સૂચના આપવામાં આવશે
6. લાઈટિંગ માટે સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી ના NOC લેવામાં આવે તેવી માંગ
મહિલાઓ માટે સી ટીમ સજ્જ
અમદાવાદના ડીસીપી કન્ટ્રોલ કોમલ વ્યાસે વધુમાં નિવેદન આપ્યું હતું કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહિલા પણ તેના જ કરવામાં આવશે જ્યારે મહિલા પોલીસ ડ્રેસમાં નહીં પરંતુ સિવિલ ડ્રેસમાં ફરીને છેડતીની ઘટનાને રોકવાના તથા છેડતીની ઘટના ન બને તે માટે પણ ખાસ અમુક જગ્યા ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં લઈને પણ ટ્રાફિક પોલીસને જવાનોને પણ ખડે પગે રાખવામાં આવશે,આમ યુવતીઓ સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈયાર રાખવામાં આવશે.
પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન કડક બંદોબસ્ત
બ્રિથ એનલાઈઝર, બોડીવોર્ન કેમેરા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
તમામ પાર્ટીપ્લોટ પર ખાનગી કપડામાં પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
રોમીયોગીરી કરનાર તથા સ્ટંટ બાજી કરનારા લોકો માટે પણ પોલીસ પોઈન્ટ ગોઠવી કાર્યવાહી કરશે
ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓને પોઈન્ટ ફાળવવામાં આવશે.
આયોજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં પોલીસ દ્વારા આ તમામ પોઈન્ટોની ચકાસણી કર્યા બાદ જ તેમને પરમિશન અપાશે
કોઈ પણ પ્રકારની ગેરરીતી જણાશે તો પરમિશન કેન્સલ કરી દેવાશે
સોશિયલ મિડીયા પર અફવાઓ ન ફેલાય તે માટે વોચ રખાશે
બીડીડીએસની ટીમો રાખવામાં આવશે
નશીલા પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે બ્રિથ એનલાઈઝર, બોડીવોર્ન કેમેરા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.