અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મેટ્રો રેલના રૂટ ઉપર અનેક જગ્યાએ સાંકડા રોડ પર આવેલ ફૂટપાથ ને તોડી અને ત્યાં રોડ પહોળો કરવા માટે જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મેટ્રો રેલ રૂટ પર સાંકડા રોડના કારણે વાહન વ્યવહારમાં તકલીફ પડે છે તેવી ફરિયાદોને લઈને સાંકડા રોડના કારણે ટ્રાફિક જામ થાય છે અને જે મુજબ જે તે રોડને મોટા કરવાની રજૂઆત કરાઇ હતી.
જેના પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને મેટ્રો રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને મેટ્રો રેલ રૂટ પર આવેલા રોડ નાના હોય તો રોડ પર આવેલી ફૂટપાથ ને તોડી અને ત્યાં રોડ મોટો કરવા માટે સૂચના આપી હતી.