અમદાવાદ : શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ચર્ચા મોખરે છે.જર્જરીત બાંધકામને લઈને હાઉસીંગના રહીશો પણ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે. આજકાલ રિડેવલોપમેન્ટ પ્રક્રિયાની જાગૃતિ વધી રહી છે અનેક સોસાયટીમાં ઘણા લોકો આ વિષયે હવે વધુ જાગૃત થયા છે અને પોતાની સોસાયટીને રિડેવલોપમેન્ટમાં લઈ જવા માટે મથી રહ્યા છે. આ દરમિયાન અમુક જગ્યાએ પણ કિસ્સા બહાર આવ્યા છે તે અમુક સ્વાર્થી અને લાલચુ લોકો આ તકનો લાભ લઇ પોતાની પેઢીને સુરક્ષિત કરવા કે પોતાના સ્વાર્થ સાધવા માટે ટોળું કે ગ્રુપ બનાવી એસોસિએશન કમિટી પર પોતાનો કબજો જમાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, અને ચેરમેન સેક્રેટરી બનવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે.તો કયાંક બની ગયા છે.તો અનેક જગ્યાએ જ્યાં બહુમત હાઉસીંગના રહીશો રીડેવલોપમેન્ટ ઈચ્છી રહ્યા છે પણ સોસાયટીના હોદ્દેદારો પોતાના વ્યક્તિગત સ્વાર્થ, પ્રતિષ્ઠા, વર્ષો જૂની નામના કે પોતાની કોઈ અલગ અલગ માધ્યમથી થતી આવક બંધ ના થાય આવા બધા કારણોને લઇ રિડેવલપમેન્ટ બહુમત માગી રહ્યું હોવા છતાં તેમાં તૈયારી બતાવતા નથી, તો આવી સોસાયટીઓમાં હવે ચેરમેન અને સેક્રેટરીઓ વિરુદ્ધ જાગૃત બહુમત લોકો પોતાની બાંયો ચડાવી રહ્યા છે અને સારા સમજદાર પ્રજાલક્ષી કામ કરવાવાળા રહીશો પર ભરોસો મૂકી કમિટીમાં બદલાવ લાવી રહ્યા છે. આ ઉપરાંત અનેક સોસાયટીમાં એવું પણ છે કે સારા માણસોને હટાવી ખોટા માણસો પોતાનો અંગત લાભ (બિલ્ડર સાથેની સાંઠગાંઠ) કાઢવાનો પ્રયત્ન કરે છે તો તેવી સોસાયટીમાં એવું બની શકે કે જેને સોસાયટીમાં છેલ્લા બે કે ચાર વર્ષ કમિટી મેમ્બર તરીકે સક્રિય રીતે કામગીરી નિભાવી હોય તેવા કર્મઠ સભ્યો જ ચેરમેન કે સેક્રેટરી બની શકે અને મુખ્ય હોદ્દા ઉપર આવી શકે તેવા પણ નિર્ણયો લેવાઇ રહ્યા છે.
કેટલીક સોસાયટીમાં એવું પણ બનતું હોય કે રિડેવલપમેન્ટ કે તેની પ્રક્રિયા કે પ્રગતિ વિશે સોસાયટીના સભ્યોને જાણકારી હોતી નથી કે જાણકારી આપવામાં આવતી નથી. જેથી રહીશોમાં શંકા કુશંકાઓ ચર્ચા પકડે છે, જ્યારે ઘણીવાર કારોબારી સભ્યોમાં જાતિવાદ નો કે એકહથ્થું કે લોબિંગને કારણે પણ વિખવાદો ઊભા થાય છે કે મતભેદો થતા હોય છે.આવી પરિસ્થિતિમાં ઉદભવે તે માટે સામાજિક સમરસતા કેળવાય તેવું વિશ્વસનીય વાતાવરણ સોસાયટીમાં બનાવવુ જોઈએ તથા બધાના વિચારો સાથે બહુમત હિતના મુદ્દાઓને મહત્વ આપવું જોઈએ.
ટુંકમાં કહેવા જઈએ તો હાઉસીંગના રહીશોમાં રિડેવલપમેન્ટને લઈને જાગૃતિ આવી છે, રહીશો રિડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે ત્યારે ભૂતકાળમાં કેટલીક હાઉસીંગ સોસાયટીઓમાં બિલ્ડરો અને ચેરમેન સેક્રેટરીઓની સાંઠગાંઠમાં હોદ્દેદારોને મોટો ફાયદો થયા હોવાની ચર્ચાઓને અનેક સોસાયટીઓમાં ચેરમેન સેક્રેટરીઓ રિડેવલપમેન્ટમાં મોટો માલ બનાવવાની ફિરાકમાં કેટલાંક લોકો યેનકેન પ્રકારે અવરોધ બની રહ્યા છે.જે સોસાયટીમાં વર્ષોથી જવાબદારી નિભાવતા પ્રમુખ કે સેક્રેટરીએ આ બાબતે બહુમત સભ્યોના હિતને ધ્યાનમાં લેવું જોઈએ અને સકારાત્મક અભિગમ સાથે આગળ આવવું જોઈએ, જેનાથી તેઓની પ્રતિષ્ઠામાં વધારો થશે. અટકાવવા, લટકાવવા કે ભડકાવવા જેવી વૃત્તિથી ફક્ત બદનામી અને વિરોધ જ મળશે. રિડેવલમેન્ટની પ્રક્રિયાને ગતિ આપતા આવા ફેરફારો પણ હાઉસીંગની પ્રજા હાલમાં જોઈ રહી છે કે કરી રહી છે અને આવકાર્ય પણ છે.હાઉસિંગના રહીશો પોતાના હક્કો અને અધિકારો જાણીને આવનારી પેઢીને એક સલામત અને સુરક્ષીત નવીન ઘર અને સમાજ નિર્માણ માટે કટિબદ્ધ થતી હોય તેવું વાતાવરણ બનતું હોય તેવું લાગે છે. આજે એક વિચાર મોટા વટવૃક્ષ બનવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યું છે.
મિર્ચી ન્યૂઝ આ વિચારના સર્જન થી લઇ સાકાર અને આકાર થવા સુધીના સફરનું સાક્ષી રહ્યું છે તથા તેના સૂચન અને સંભાળમાં પણ એક નિષ્પક્ષ પત્રકારત્વ રીતે સામાજિક જવાબદારી સાથે વાચા આપી રહ્યું છે.