અમદાવાદ : શહેરનાં પૂર્વ બાદ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો દોડાવવા માટે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પૂર્વથી લઈ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રોનો 40 કિલોમીટરનો કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 32 સ્ટેશન બનાવવામાં આવ્યા છે. 32 સ્ટેશનો લિફ્ટથી લઈ સીસીટીવી સુધીની આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. વસ્ત્રાલથી થલતેજ અને મોટેરાથી APMC સુધીના રૂટ પરનો કોરિડોરની કામગીરી પૂર્ણતાના આરે છે. સ્ટેશનનાં બાંધકામ અને ઇલેટ્રીક કામ ચાલી રહ્યું છે.
રૂટ 1- વસ્ત્રાલ ગામ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાયવાડી,એપરલ પાર્ક ,કાંકરિયા પૂર્વ, કાલુપુર રેલવે, સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર ,થલતેજ અને થલતેજ ગામ
રૂટ 2- મોટેરા, સાબરમતી ,સાબરમતી રેલ્વે સ્ટેશન,રાણીપ,વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ગાંધીગ્રામ ,પાલડી, શ્રેયસ, રાજીવ નગર, જીવરાજ, apmc અને ગ્યાસપુર ડેપો.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો 40 કિલોમીટરનો પહેલો ફેઝ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.અને ઓગસ્ટ મહિના અંત સુધીમાં મેટ્રો પશ્ચિમ વિસ્તારમાં શરૂ થવાનો ટાર્ગેટ છે.