અમદાવાદ : થોડા દિવસો પહેલા જ વિધાનસભામાં પસાર કરાયેલા ઢોર નિયંત્રણ કાયદાનો અમલ મોકૂફ રાખવાની સીએમ ભૂપેન્દ્ર પટેલે માલધારીઓને ખાતરી આપી છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આજે માલધારી સમાજના આગેવાનો સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી આ કાયદાને અમલમાં મૂકવામાં નહીં આવે.
બીજી તરફ અમદાવાદમાં મળેલી માલધારી મહાપંચાયતની બેઠકમા કાયદો પરત ખેંચવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ અપાયુ છે..આ સમગ્ર સ્થિતિ વચ્ચે સરકાર રાજ્યપાલને કાયદો રદ કરવા ભલામણ કરી શકે છે..રાજ્યપાલ ગેઝેટ જ બહાર ન પાડીને સરકાર કાયદાનો અમલ નહી કરે તેમ પણ બની શકે.
આ અગાઉ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે પણ માલધારી આગેવાનો સાથે સોમવારે બેઠક કરી તેમને ખાતરી આપી હતી કે તેઓ સરકારને કાયદા પર ફેરવિચારણા કરવા માટે વિનંતી કરશે.