Wednesday, February 4, 2026

Live ટ્રેન્ડમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ તો તેલંગાણામાં કોંગ્રેસ આગળ

spot_img
Share

Assembly Election Results : દેશમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં આજે મતગણતરીનો પ્રારંભ થયો છે. તેમાં હાલના તબક્કે મધ્યપ્રદેશમાં ભાજપ આગળ જણાય છે જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી છે. તેલંગણામાં હાલમાં કોંગ્રેસ મજબૂત દેખાય છે. મિઝોરમમાં આજે મતગણતરી કરવામાં નથી આવી. ઈશાન ભારતના આ રાજ્યમાં સોમવારે મતગણતરી થશે.

હાલનો ટ્રેન્ડ શું કહે છે? સવારના 10.45 વાગ્યાના આંકડા પ્રમાણે
મધ્ય પ્રદેશમાં 230 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકોના આંકડા આવી રહ્યા હતા. તેમાં ભાજપ 144 બેઠક પર અને કોંગ્રેસ 83 બેઠક પર આગળ હતી. જયારે અન્યો ત્રણ બેઠક પર આગળ હતા. મધ્ય પ્રદેશમાં બહુમતિ માટે 116 બેઠક જીતવી જરૂરી છે.

રાજસ્થાનમાં 199 બેઠકોમાંથી 199 બેઠકના રુઝાન આવ્યા હતા જેમાં બહુમતી મેળવવા માટે 100 બેઠકો જરૂરી છે. રાજસ્થાનમાં અત્યારે 116 બેઠકો પર ભાજપ આગળ છે એટલે કે ભાજપને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ 67 બેઠકો પર આગળ છે. અન્યને 16 બેઠક પર સરસાઈ દેખાય છે.

છત્તીસગઢમાં 90 બેઠકો છે જેમાંથી 90 બેઠકોના રુઝાન મળ્યા છે. છત્તીસગઢમાં બહુમતી મેળવવા માટે 46 બેઠકો જરૂરી હોય છે. હાલમાં 51 બેઠકો પર ભાજપ અને 37બેઠકો પર કોંગ્રેસ આગળ છે. અન્યને 2 બેઠક પર સરસાઈ દેખાય છે.

તેલંગણામાં કોંગ્રેસ જોરદાર દેખાવ કરીને 65 બેઠકો પર આગળ છે જ્યારે બીઆરએસ 45 બેઠકો પર આગળ છે. ભાજપને 4 બેઠકો પર સરસાઈ મળતી દેખાય છે. તેલંગણામાં 119 બેઠકો છે.

મિઝોરમમાં મત ગણતરી કેમ નથી?
વિધાનસભાની ચૂંટણી પાંચ રાજ્યોમાં થઈ હતી જેમાં મિઝોરમ પણ સામેલ હતું. પરંતુ મિઝોરમમાં મતગણતરી 4 ડિસેમ્બરે કરવામાં આવશે. મિઝોરમમાં ખ્રિસ્તી બહુમતી છે અને તેમના માટે રવિવાર મહત્ત્વનો દિવસ હોવાથી મતગણતરી સોમવારે થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...