અમદાવાદ : સરદારનગરમાં રહેતી મહિલા પાસેથી ઝીસાનઅલી અન્સારી નામના આરોપીએ એમેઝોન પરથી 50% કિંમતે અલગ-અલગ ચીજવસ્તુ લઇ આપવાની ખાતરી આપી 40 લાખ રૂપિયા પડાવ્યા હતા, જેને લઈને આરોપી વિરુદ્ધ મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કુબેરનગરમાં રહેતી ૨૨ વર્ષીય મહિલા ભાવિકા બેને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે પ્રાઇવેટ કંપનીમાં સિનિયર પ્રોસેસ ટ્રેનર તરીકે નોકરી કરે છે 2020 માં નોકરી દરમ્યાન વીની જામનાની સાથે મિત્રતા થયી હતી અને વીનીએ જીશાન અલી amazon ઉપરથી સસ્તા ભાવે 50% ની કિંમતમાં ૩૦થી ૩૫ દિવસના સમયમાં ચીજવસ્તુ ખરીદી કરી આપે છે.
જો તારે પણ તારા સંબંધીઓને કોઈપણ ચીજવસ્તુ ખરીદવી હોય તો હું તેની સાથે વાત કરીશ એમ કહી વીની જામનાનીએ ઝીશાન અલી પાસેથી એમઝોનમાંથી મોબાઈલ ફોન તેમજ બીજી ચીજવસ્તુઓ ખરીદી કરેલ જે આ મહિલાને બતાવી હતી. જેથી, મહિલાને વિશ્વાસ આવતા તેને સૌપ્રથમ 30 જૂન 2020 માં ઝીશાન અલી પાસેથી ૪૨ હજારની કિંમતનો મોબાઇલ એમેઝોન કંપની માંથી 29,000 માં મળતો હોય તેની ખરીદી કરી હતી.
આરોપી ઝીશાન પર વિશ્વાસ આવતા મહિલાએ તેના પોતાની અને સગા-સંબંધીઓની જુદી-જુદી ચીજવસ્તુઓ જેવી કે, ઘડિયાળ ,વોશિંગ મશીન, મોબાઈલ, AC, TV ખરીદી કરવા માટે ઓનલાઇન તેમજ રોકડેથી 40 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ અલગ-અલગ ચીજવસ્તુઓ ખરીદી ન આપતા મહિલાએ જ્યારે પૈસા પાછા માંગ્યા હતા ત્યારે ઝીશાને પૈસા પરત આપવાની મનાઈ કરી હતી જેને લઈને મહિલાએ આરોપી વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.