અમદાવાદ : અમદાવાદમાં કેમ્પ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિના દિવસે હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે .કોરોના કાળમાં બે વર્ષ માટે હનુમાન યાત્રા બંધ રહી હતી.જો કે આ વર્ષે અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીના દિવસે હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે હનુમાનજી કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ, ધ્વજા રોહન, મહાપ્રસાદી, છપ્પનભોગ અને જન્મોત્સવ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 15 એપ્રિલના યાત્રા નીકળશે. શોભાયાત્રામાં આશરે સાત ટેબ્લો જેમાં ધાર્મિક અને સામાજિક જ્ઞાન આપતા હશે.શોભા યાત્રાનો મુખ્ય વાહન ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.જેની પાછળ એક વાહનમાં તોપ હશે.
શ્રી હનુમાનજી મંદિર કેમ્પના પૂર્વ પ્રમુખ પાર્થવી અધ્યાયુંએ જણાવ્યું હતું કે આર્મી દ્વારા સુરક્ષાના કારણોસર ક્યારેક ગેટ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે ભક્તો દર્શન કરી શકતા નથી અને પરેશાન થાય છે. જેના કારણે આર્મીની સુરક્ષા જળવાય અને ભક્તો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંદિર રિવર ફ્રન્ટ ખાતે ખસેડવામાં આવશે.