અમદાવાદ : અમદાવાદીઓને સીટી સિવિક સેન્ટરની સેવાનો લાભ હવે રજાના દિવસે પણ મળી શકશે. AMC દ્વારા રજાના દિવસે પણ શહેરના 62 માંથી 6 જેટલા સિવિક સેન્ટર કાર્યરત રહેશે. સવારના 9 વાગ્યાથી સાંજના 4.30 વાગ્યા સુધી સિવિક સેન્ટર કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરના સાતેય ઝોન સહિત મધ્યઝોનમાં રિલીફ રોડ, વેસ્ટ ઝોનમાં ઉસ્માનપુરા, ઉત્તર ઝોનમાં મેમકો, દક્ષિણ ઝોનમાં મણિનગર, પૂર્વ ઝોનમાં વિરાટનગર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ સિવિક સેન્ટરો શનિ અને રવિ ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સાતેય ઝોનમાં આવેલા કુલ 62 સિવિક સેન્ટરોમાં લોકોની સુવિધા માટેના કામો કરવામાં આવે છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, બીયુ પરમિશન, ડુપ્લીકેટ જન્મ-મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તાધારા, હેલ્થ લાઇસન્સ, હોલ બુકિંગ, સ્વિમિંગ પૂલ ફી, ફાયર NOC સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે.