અમદાવાદ : ન્યૂ યર પાર્ટીને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 201 દારૂડિયાઓને પકડીને મહત્વની કામગીરી કરી હતી. જેમાં સૌથી વધુ દારૂ પીધેલા સરખેજ, અમરાઇવાડી, માધવપુરા, સરદારનગર, નરોડામાંથી ઝડપાયા હતા. શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ મોડીરાતે અમદાવાદ પોલીસે બ્રીથ એનેલાઈઝર સાથે 201 દારૂડિયાઓને ઝડપી લીધા હતા. જોકે, કેટલીક ગુપ્ત પાર્ટીમાં નબીરાઓ ફાવી ગયા હતા. ગઈકાલે મોડીરાતે હજારો પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તમામ પોલીસ અધિકારી, કર્મીઓ 8 વાગ્યાથી જ રોડ પર તહેનાત થઈ ગયા હતા અને આખી રાત કામગીરી કરી હતી. વાહનચાલકોને બ્રીથ એનેલાઈઝરથી ચેક કરવામાં આવ્યા હતા. પોલીસ શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિત 300 નાકાબંધી પોઈન્ટ-ચેકપોસ્ટ પર તહેનાત હતી. જેમની પાસે બ્રીથ એનેલાઈઝર હતા. કોઈ સ્ટંટ કરતા ઝડપાયા નથી થર્ટી ફર્સ્ટની ઉજવણી જોરશોરથી હતી.
ગુજરાતની તમામ બોર્ડર પર દારૂને અન્ય રાજ્યમાંથી આવી રહેલા નબીરાઓની પણ પોલીસે ધરપકડ કરી છે. બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવાના કારણે તમામ ગાડીઓના ડ્રાઈવર સહિતના લોકોનું ચેકિંગ થયું હતું અને બાદમાં જેમણે દારૂ પીધો હોય તેમની ધરપકડ કરવામાં આવી હતી.શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.