Friday, July 17, 2026

BJP નું નવું સ્લોગન : અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર

spot_img
Share

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પગલે અત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એક બાદ એક પાર્ટી મીટિંગ કરવામાં આવી રહી છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીઓ માટે BJP નું નવું સ્લોગન જાહેર કર્યું છે. “અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર…”

મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે BJP ની એક મહત્વની એક બેઠક મળી હતી. જે દરમ્યાન લોકસભાની ચૂંટણીઓને લઈને નવો નારો આપ્યો છે જે મુજબ ભાજપ દ્વારા આ વખતે પોતાનું સ્લોગન ‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’ અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર સ્લોગન રખાયું છે. ટુંક જ સમયમાં તેની અધિકારીક જાહેરાત થઇ શકે છે. જો કે સુત્રો અનુસાર હાલ “સપને નહી હકીકત બુનતે હૈ, ઇસી લીયે સબ મોદી કો ચુનતે હૈ (सपने नहीं हकीकत बुनते हैं, इसलिए तो सब मोदी को चुनते हैं)” ના નારા વચ્ચે નેતાઓમાં મતમતાંતર છે.

તમને જણાવી દઈએ કે BJP હંમેશા પોતાના ક્રિએટીવ સ્લોગન દ્વારા લોકોનાં મનમાં છાપ છોડતું હોય છે. પછી તે અબકી બાર મોદી સરકાર હોય કે BJP નું અગ્રેસિવ કેમ્પેઇનિંગ ચાય પે ચર્ચા હોય કે પછી અબ કી બાર મોદી સરકાર હોય. પોતાના સ્લોગન દ્વારા તે સીધુ જ લોકોનાં મન મસ્તિષ્કમાં ઉતરી જાય છે.

BJP દ્વારા લોકસભાની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. PM મોદીથી માંડીને BJP હાઇકમાન્ડનાં તમામ ઉચ્ચ નેતાઓ પોતાને સોંપાયેલી જવાબદારી અનુસાર સતત પોતાના વિસ્તાર અને વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં છે. અન્ય પક્ષો હજી તૈયારીઓ કરવા અંગે વિચારી રહ્યા છે ત્યારે BJP પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી ચુક્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...