અમદાવાદ : અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને ઇયળો જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. દિન-પ્રતિદિન આવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટમાંથી ઈયળ નીકળવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે ઓનલાઈન મગાવેલા ફૂડ પાર્સલમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ મામલે રેસ્ટોરન્ટને જાણ કરતા પૈસા પાછા આપીને મામલો રફેદફે કરવા માટે કહ્યું હતું. જો કે આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સરખેજ વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે ઓનલાઇન ફૂડ એપ ઉપરથી પંજાબી થાળીનો ઓર્ડર કર્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી પંજાબી થાળી મંગાવી હતી. ઓનેસ્ટમાંથી આવેલા ભોજનમાં સાથે મુખવાસનું પેકેટ પણ આવ્યું હતું. નવા ઓનલાઈન ફૂડમાંથી જીવજંતુ કે અન્ય ચીજ-વસ્તુઓ નીકળવાની ઘટનાના પગલે તેઓએ પહેલા ભોજન ચેક કર્યું હતું. ત્યારે મુખવાસનું પેકેટ ખોલતાં તેમાંથી ઇયળ નીકળી હતી. આ મામલે તેઓએ ઓનેસ્ટ રેસ્ટોરન્ટનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.આ મામલે રેસ્ટોરન્ટને જાણ કરતા પૈસા પાછા આપીને મામલો રફેદફે કરવા માટે કહ્યું હતું જો કે આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને ઇયળો જેવા જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનવા છતાં બેફામ વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરી રહયા છે ત્યારે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.