અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા ફરી એક વાર રિડેવલપમેન્ટને લઈને સ્પેશ્યલ રિપોર્ટ લઈને આવ્યા છે.રિડેવલપમેન્ટએ વિકાસ સાથે જૂના હયાત સભ્યો માટે વેલ્ફેર એટલે કે કલ્યાણકારી યોજના સ્વરૂપે છે. આ કલ્યાણકારી યોજનામાં સરકારી તંત્ર દ્વારા પ્રજા માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં રાખી રિડેવલપમેન્ટ પોલીસી અને તેમાં કરેલ જરૂરી સુધારા મુજબ કાર્યવાહી હાથ ધરાય રહી છે. આ રિડેવલપમેન્ટ પોલીસીમાં કયાંક લોકો જોડાઈ રહ્યા છે તો કયાંક વિરોધ પણ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જેટલી સોસાયટીઓ જોડાઈ છે એમાં મોટાભાગની MIG કે HIG સોસાયટીઓ જોડાઈ છે, પરંતુ ખરેખર જે લાભાર્થી છે, વાસ્તવમાં જર્જરીત અવસ્થામાં છે, એ લોકો ભયમાં જીવી રહ્યા છે, ગમે ત્યારે દૂર્ઘટના ઘટી શકે છે એવી અનેક એલઆઈજી કે ઈડબલ્યુએસ જેવી સોસાયટીઓને લાભ મળી શકયો નથી.કારણ કે આ સોસાયટીઓમાં મોટેભાગે ઓછુ ભણેલ અને ગરીબ લોકો વસી રહ્યા છે. રિડવલપમેન્ટ વિશે ઓછી જાણકારી લોકોમાં છે.સ્થાનિક આગેવાનોની દોરવણીથી આવી સોસાયટીઓ ચાલી રહી છે. આવી સોસાયટીઓમાં સૌ પ્રથમ રિડેવલપમેન્ટ પોલીસીનો લાભ લેવો જોઈએ.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં નવા વાડજ, સોલા, નારણપુરા અને પૂર્વના વિસ્તારોમાં 50 થી વઘુ હાઉસીંગ સોસાયટીઓ જર્જરીત જાહેર કરાઈ છે જેમાં મોટાભાગની સોસાયટીઓના હાઉસીંગ બોર્ડ દ્વારા ટેન્ડર પણ બહાર પડાઈ ગયા છે.પરંતુ આજે વાત કરીશું નવા વાડજના હરીઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ તથા સોલાના ગણેશ એપાર્ટમેન્ટ, શિવાલય એપાર્ટમેન્ટ અને શ્રીનગર એપાર્ટમેન્ટના રિડેવલમેન્ટ વિશે, આ તમામ એલઆઈજી ટાઈપના ફલેટ છે, જે ખૂબ જ જર્જરીત અવસ્થામાં છે, જયાંથી અવારનવાર છતના પોપડા પડ્યા, સ્લેબ તુટયા, દિવાલ ધરાશયી થઈ વગેરેની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે.જેને લઈને હાઉસીંગ બોર્ડ દ્વારા અમદાવાદના એકતા કે જામનગર જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે હાઉસીંગ બોર્ડ દ્વારા અગમચેતી રીતે પ્રાથમિક દ્રષ્ટીએ જર્જરીત આ સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પાડવામાં આવેલ છે તથા રહીશોને નોટીસ પણ આપવામાં આવેલ છે અને તે માટેના જરૂરી 3 વિકલ્પો આપવામાં આવેલ છે. જેમાં રિપેરીંગ કરાવી લેવું અથવા રિડેવલપમેન્ટમાં જોડાઈ જવું વગેરે જણાવ્યું છે.
તેમ છતાં આ સોસાયટીઓમાં ચેરમેન સેક્રેટરીઓ, મુખ્ય આગેવાનો કે માથાભારે વ્યક્તિઓ કે હોદ્દેદારો પોતાના અંગત સ્વાર્થને પોસવા હાઉસીંગ રિડેવલપમેન્ટ પોલીસી બહારની માંગણીઓને લઈ કામ થવા દેતા નથી, તેમજ જરૂરિયાતવાળા સ્થાનિક રહીશોને ખોટી લાલચ, પ્રલોભન કે વાયદા કરી ભ્રમ ફેલાવે છે. જેવા કે એક રૂમ રસોડા સામે 2bhk કે 3bhk અપાવીશું. આવી અશકય વાતો ફેલાવી જેમતેમ કરીને રિડેવલમેન્ટ અટકાવી રહ્યા છે જયારે બહુમત રહીશો જે જીવના જોખમે રહી રહ્યા છે તેઓ રિડેવલપમેન્ટની તરફેણમાં છે એવા લોકોની વાત ગણકારવવામાં આવતી નથી.
જેથી બીજુ મોટુ કે અન્ય લાલચો અપાવવાની વાતો કરનારા જે સમયે તમારા ઘરે તકલીફ આવી પડશે ત્યારે એકેય સાથ નહીં આપે.આવા કહેવાતા સોસાયટીના આગેવાનોથી ચેતજો, ક્યારેય આવા વિલનોને કારણે નિર્દોષ રહીશો ભોગ બની જશે. સોસાયટીમાં જો કોઈ આગેવાન રિડેવલપમેન્ટ માટે ખોટી અફવાઓ કે વાતો કરે છે તે પાછળ તેમની સ્વાર્થ શું છે તે જાણવો. આવી પરિસ્થિતિમાં મકાનધારકે પોતાની બુદ્ધિ વાપરે તે જરૂરી છે અને તે માટે ગુ.હા.બોર્ડ ની કચેરીએ તપાસ કરી સાચી માહિતી મેળવી શકે છે.