અમદાવાદ : આજરોજ 75 માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ, જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા.
75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલ નાં હસ્તે ભારતનો તિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અનોખું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાવાગઢના સર્વોચ્ચ શિખર પર વિરાજમાન મહાકાળી માતાના ધામમાં ધ્વજવંદન કરાયું હતું. નીજ મંદિર પરિસરમાં ડૉ. વિજય પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું. પાવાગઢમાં ભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. 75મા પ્રજાસતાક પર્વ નીમિતે મહાકાળી મંદિરમાં તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં આરતી બાદ આન બાન શાન સાથે રાષ્ટ્રગીત પણ ગવાયું હતું.
પોરબંદરમાં 75મા ગણતંત્ર દિવસે અનોખી ઉજવણી કરાઇ હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. દર વર્ષે સ્વતંત્રતા અને ગણતંત્રના દિવસે સમુદ્રમાં ધ્વજવંદન ધ્વજવંદન કરાય છે. સમુદ્રમાં ધ્વજવંદન કરી અનોખી દેશભક્તિ જોવા મળી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તી તથા સિંહાસનને તિરંગાથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.
અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તીને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત અમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પણ દર વર્ષ ની પરંપરા મુજબ ભગવાન ગણેશને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.