અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક પછી એક નવા નજરાણાની ભેટ મળી રહી છે. શહેરમાં અનેક એવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે જેનાથી શહેરની શોભા તો વધી જ રહી છે, સાથો સાથ નાગરિકોને હરવા ફરવાના સારા સ્થળો પણ મળી રહ્યા છે. એક બાજુ શહેરમાં યોજાયાતા ફ્લાવર શોને નીહાળવા માટે લાખો લોકો મુલાકાત લેતા હોય છે, ત્યારે હવે અમદાવાદના એક ‘લોટસ ગાર્ડન’ આકાર લેશે. શહેરના એસજી હાઇવે પર SG હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનશે. આ લોટસ ગાર્ડનમાં આખા દેશમાં જે પ્રજાતીના ફૂલો છે, તે અહીં પ્રદર્શનમાં મૂકાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા વર્ષ-2024-25 નું સુધારા સાથેનુ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.આ બજેટમાં શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન ડેવલપ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા જેનો સંસ્કૃતમાં કૌસુમ અર્થ થાય છે તેને કમળ આકારમાં તૈયાર કરવામા આવશે.કમળની દરેક પાંખડી દેશના અલગ અલગ રાજયના ફુલોનુ પ્રદર્શન કરવામાં આવશે.આ ગાર્ડન એક જ જગ્યાએ ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ પાર્ક હશે.
આ પ્રોજેક્ટનો આકાર કમળના રૂપમાં હશે, જ્યાં દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરશે. સાથે જ આ દરેક પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે. તે ઉપરાંત ભેજ, તાપમાન અને દરેક વસ્તુને પણ નિયંત્રિત કરી શકાશે, જે વિવિધ પ્રદેશના ફૂલોને ઉગાડવા માટે જરૂરી હોય છે.સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક એક લેન્ડ માર્ક બન્યું છે, ત્યારે હવે એસજી હાઇવે પર આ લોટસ ગાર્ડન બનાવવાનું આયોજન છે.
આવી જ રીતે ફ્લોરલ મ્યુઝિયમ વિશ્વના વિવિધ ભાગોના વિવિધ ફૂલોનું પ્રદર્શન કરશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે.સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, MEP, ટેક્નોલોજી, આસપાસના લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ, પાર્કિંગ વગેરે જેવી સુવિદ્યાઓ સાથે પાર્ક બનાવવામાં આવશે.