અમદાવાદ : PM મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ પછી તેણે સાબરમતી ડી કેબિન પાસે રેલવેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતા.
PM મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા. PM મોદી આજે રાજ્યમાં 10 નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી છે. 2024માં અત્યાર સુધીમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આજે 85,000 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતા.
આ દરમિયાન તેમના દ્વારા 10 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને ઘણી ટ્રેનોના રૂટ પણ લંબાવવામાં આવ્યા છે. જેમાં હાલની 4 વંદે ભારત ટ્રેનોના રૂટનો વિસ્તાર કરવામાં આવ્યો છે.