અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઈએ કે, હાલ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે, તેમાં BSC ની પરીક્ષામાં આશ્ચર્ય પમાડે તેવો છબરડો સામે આવ્યો છે. જેના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં આવતીકાલની પરીક્ષાનું પેપર આજે પૂછી લેવાતા વિવાદ સર્જાયો છે.
પ[પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત યુનિવર્સિટીનો ગંભીર છબરડો આજે સામે આવ્યો છે. BSCના વિદ્યાર્થીઓને આજે એક દિવસ પહેલા બોટની વિષયનું પેપર આપી દેવાયું. આ વિષયની પરીક્ષા આવતીકાલે લેવાની હતી. પરંતુ યુનિવર્સિટીની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓએ આજે બોટનીનું પેપર આપ્યું.વિષય કોડમાં ભૂલને કારણે પેપર બદલાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. પરિણામે પરીક્ષાર્થીઓ પેપર જોઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ગુજરાત યુનિવર્સિટીની આ ગંભીર ભૂલને કારણે પરીક્ષા દોઢ કલાક મોડી શરૂ થઈ હતી. આ છબરડાને કારણે 11 વાગ્યે શરૂ થવાના બદલે પરીક્ષા 12.30 વાગ્યે શરૂ થઈ હતી. યુનિવર્સિટી ભૂલ હોવાથી વિદ્યાર્થીઓને હાથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. પરીક્ષા દોઢ વાગ્યાને બદલે 2.30 વાગ્યે પુરી થઈ હતી.