21.7 C
Gujarat
Friday, November 22, 2024

અમદાવાદમાં મતદાનમથક પર મતદારોને મળશે ઠંડક, તંત્ર દ્વારા કરાશે મંડપ અને કૂલરની વ્યવસ્થા

Share

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન કરવા આવનાર નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હીટવેવની આગાહીને જોતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારોને મતદાન કરવાની લાઈનમાં ગરમીમાં રાહત માટે ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમવાર ખાસ આયોજન કરાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લામાં કુલ 1995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા અને ત્રણ કે તેથી વધારે બુથ ધરાવતા 778 મતદાન મથકો પર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ દિવસે દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીના પાંચ-પાંચ જગની વ્યવસ્થા કરાશે અને દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોના આરોગ્યની જાળવણી માટે દરેક રૂટ પર સેક્ટક ઓફિસર સાથે એક આરોગ્ય શાખાના કર્મચારી રાખવામાં આવશે. ગરમીની સીઝનમાં ભોગ બનનાર વ્યક્તિના લક્ષણોની ઓળખ તથા તે માટે શું સારવાર આપવી તે પોલિંગ સ્ટાફને સેકન્ડ ટ્રેનિંગ વખતે આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી છે.

મતદાન મથકો સિનિયર સિટીઝનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 2,438 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેક મતદાન મથક દીઠ બે વોલીન્ટિયર્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. મતદારોની સાથે સાથે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિધાનસભા કક્ષાએ વેલ્ફેર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. દરેક વિધાનસભા કક્ષાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles