અમદાવાદ : રાજ્યમાં લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે વાહન ચલાવવા ઈચ્છતા લોકોએ લર્નિગ લાયસન્સ માટે માત્ર 9 સવાલના જવાબ આપવાના રહેશે. અગાઉ 15 સવાલમાંથી 11 સાચા જવાબ ફરજિયાત હતા, પરંતુ હવે નવ સાચા જવાબ તમને લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. આ અંગે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ-11(4) અનુસાર, હવેથી 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ હશે તો લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવા આવશે.ઉલ્લેખનીય છે કે, આ નિયમમાં ફેરફાર કરવાનો મૂળ ઉદેશ્ય એ છે કે,લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ મળી શકે. આ બાબતની જાણ સબંધિત કચેરીઓમાં કરવામાં આવી છે.
આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે, તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.