અમદાવાદ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ઇતિહાસમાં આગામી સૌથી યુવા અધ્યક્ષ બની શકે છે. ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. અને તેઓ ત્રીજું કાર્યકાળ ઇચ્છતા નથી, જેને લઈને BCCI સેક્રેટરી જય શાહના ICC અધ્યક્ષ બનવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે હજુ સુધી BCCI અને જય શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ઇતિહાસમાં આગામી સૌથી યુવા અધ્યક્ષ બની શકે છે. જો કે આ અંગે હજુ સુધી BCCI અને જય શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.ICCએ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ પુષ્ટિ કરી છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે ઉમેદવાર નહીં હોય અને નવેમ્બરના અંતમાં તેમના વર્તમાન કાર્યકાળના અંતે પદ છોડશે.’
27 ઓગસ્ટ ICC અધ્યક્ષના નોમિનેશનની છેલ્લી તારીખ છે. ICC અધ્યક્ષનો કાર્યકાળ બે વર્ષનો હોય છે. તે સતત ત્રણ ટર્મ માટે તેના અધ્યક્ષ બની શકે છે. ન્યુઝીલેન્ડના બાર્કલે નવેમ્બર 2020માં ICCના અધ્યક્ષ બન્યા. આ પછી તેઓ 2022 માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.