અમદાવાદ : અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આઈકોનિક બનાવાશે. શહેરમાં કુલ વીસ કિલોમીટરથી વધુ લંબાઈના સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે.રોડની હયાત પહોળાઈ મુજબ ઓનસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.AMCએ શહેરના વધુ સાત રસ્તાઓ માટે રૂ.350 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં હાલના રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે વિવિધ સ્થળોએ સર્વે કર્યા બાદ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. રોડની પહોળાઈને ધ્યાને લઈ ત્રણ માર્ગીય રોડ બનાવવામાં આવશે. આઇકોનિક રોડમાં સૌથી લાંબો રોડ આશ્રમરોડ હશે અને તેની લંબાઈ પાંચ કિ.મી. હશે. તેને ગાંધી આશ્રમની થીમ પર બનાવવામાં આવશે.
સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે
નામ | લંબાઈ (મીટર) | પહોળાઈ (મીટર) |
એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન | 3250 | 30 |
નરોડા સ્મશાનથી દહેગામ સર્કલ | 2700 | 60 |
શ્યામલથી એસ.જી.હાઈવે | 3300 | 30 |
ઈસ્કોનથી પકવાન જંકશન | 1470 | 12થી 28 |
વિસતથી તપોવન સર્કલ | 2400 | 90થી 108 |
કેશવબાગથી પકવાન જંકશન | 2370 | 30 |
આશ્રમરોડ | 5115 | 30.5થી 39.65 |
AMC દ્વારા એક વર્ષ અગાઉ શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રીયા મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવી છે.હયાત રસ્તાને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા જુદા જુદા સ્થળ ઉપર સર્વે કરાયા પછી ડીઝાઈન તૈયાર કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.