29.6 C
Gujarat
Sunday, August 3, 2025

નવરાત્રિ સુધીમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત, નહીં તો લાઇસન્સ રદ કરો : ગુજરાત હાઈકોર્ટ

Share

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર નવરાત્રિ પહેલાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમોનું પાલન કરાવવા રાજ્ય સરકારને કડક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થવા જોઈએ.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થવા જોઇએ. હવે નવરાત્રિ આવશે એટલે એવી માંગણી આવશે કે, નવરાત્રિ દરમ્યાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા કરો. પરંતુ નવરાત્રિના સમય દરમ્યાન જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે. આ કેસની વધુ સુનાવણી તા.4 ઓકટોબરે રાખી હતી કે જેથી નવરાત્રિ પહેલાં કેટલું કામ થયુ તેનું વિશ્લેષણ કરી શકાય.

ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારને માર્મિક ટકોર કરી કે, અગાઉ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઇથી પાલન કરાયું નથી. નાગરિકો હેલ્મેટ પહેરે તે માટે સરકાર અને તંત્રએ જાગૃતિ ઝુંબેશ ચલાવવી જોઇએ. જો હેલ્મેટ વગર કે ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરતાં ઝડપાય તો તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવું જોઇએ. બાકી આ નિયમો કોઇ ગણકારે તેમ નથી. પૈસા તો બધા ભરવા તૈયાર છે પરંતુ નિયમોનું પાલન કોઈને કરવું નથી.

હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે, કોઈપણ વાહનચાલક ટ્રાફ્કિના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરો. એમ છતાં ન સુધરે તો પછી નિયમોના ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરો, એ પછી પણ જો વાહનચાલક ટ્રાફ્કિ નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરો.

એએમસીને ખખડાવતા કહ્યું કે, ઓલમ્પિકની તૈયારીઓ કરો એ ઠીક છે પરંતુ લોકોની પાયાની બાબતોને પ્રાથમિકતા આપો. ટ્રાફ્કિ મેનેજમેન્ટ, રોડ-રસ્તા સહિતના વર્તમાન મુદ્દાઓને બારીકાઇથી નિરીક્ષણ કરો. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ટ્રાફ્કિ જંક્શનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલાઈ રહ્યો છે. જેથી હાઈકોર્ટે તેમને પૂછયું હતું કે, શું તેઓએ જાતે ફ્લ્ડિ ઉપર જઈને જોયું છે? આ હકિકત નથી, કોઈ ફરક પડયો નથી.

ચીફ્ જસ્ટીસની ખંડપીઠે હળવી ટકોરમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ હાઇકોર્ટ આવવા રોડ ઉપર નીકળે અને જંક્શન ઉપર પાંચ પોલીસ કર્મચારીઓ દેખાય એટલે તેઓ સમજી જાય છે કે, આજે ટ્રાફ્કિ સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ઉપર સુનાવણી છે. જો કોઈ નિરીક્ષણ કરવાવાળું ના હોય તો કામ થતું નથી. આ સમસ્યાના ટાળવા ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી છે. નીચલા લેવલે અનુશાસન જરૂરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles