અમદાવાદ : અમદાવાદની શાળાઓમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવિધ મુદ્દે ચકાસણી હાથ ધરાઇ હતી. RTO, ટ્રાફિક વિભાગ, DEO અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. એક રિપોર્ટ મુજબ સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં આ ટીમે આકસ્મિક ચેકિંગ કર્યુ હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરની શાળાઓમાં RTO, ટ્રાફિક વિભાગ, DEO અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યુ હતું.સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં આ ટીમે આકસ્મિક ચેકિંગ કર્યુ હતું. બિનઅધિકૃત રીતે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ સામે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે. આ સાથે જ હેલ્મેટ પહેર્યા વગર જ તેમજ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા બાળકોને શાળાએ મૂકવા આવતા વાલીઓ અને લાયસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે.
શાળાઓમાં યોજાયેલ આ સંયુક્ત ડ્રાઈવ દરમિયાન સગીર વિદ્યાર્થીઓ સ્કૂલમાં વાહન લઇને આવતા નજરે પડ્યા હતા, તો પોતાના સંતાનોને ટુ વ્હિલર પર સ્કૂલે મુકવા આવનાર વાલીઓ હેલમેટ વગર જોવા મળ્યા હતા.શાળાઓમાં યોજાયેલ આ સંયુક્ત ડ્રાઈવ દરમિયાન નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો અને વાલીઓ સામે દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. સાથે જ બિનઅધિકૃત રીતે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને આ પ્રકારે ભૂલનું પુનરાવર્તન નહીં કરવા સમજાવ્યા હતા.
ટીમ દ્વારા વિરુદ્ધ વાહન લઈને આવતાં વિદ્યાર્થીઓ સામે એક્શન લીધા હતા.જે સગીર વિદ્યાર્થીઓ સ્કૂલમાં વાહન લઇને આવે છે, તેમના વાલીઓને આગામી સમયમાં RTO પ્રોસેસમાં હાલાકીનો સામનો કરવો પડી શકે છે.આ ઉપરાંત શાળામાં ઓવરલોડ વિદ્યાર્થીઓ ભરીને આવતા સ્કૂલ વેન ચાલકો તેમજ પ્રાઇવેટ પાસિંગનું વાહન લઈને આવતા સ્કૂલ વાહન ચાલકો સામે પણ દંડ વસૂલવામાં આવ્યો. આવા અલગ અલગ વાહન ચાલકો પાસેથી અંદાજે 50 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે હાઈકોર્ટના કડક વલણ છતાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી. હજુ પણ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું, લાયસન્સ વગર વાહન ચલાવવા સહિત નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં નાની ઉંમરે બાળકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા ભારે વાહનો ચલાવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ RTO અને ટ્રાફિક પોલીસને સાથે રાખી શાળાઓમાં સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી.