અમદાવાદ : અમદાવાદ શહેર દિન-પ્રતિદિન વધી રહ્યું છે. નવા વિસ્તારોના ઉમેરા સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા અને કોર્પોરેશનની વિવિધ સેવાઓ પર નજર રાખવા માટે મુખ્ય રોડ અને જંકશન પર લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તબક્કાવાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સાથે આ તમામ કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે અને નવા વિસ્તારો ભણી રહ્યા છે ત્યારે નિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ, ઘુમા, કઠવાડા, નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે. કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત થઈ છે. જોકે, હજી કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી. સીસીટીવી કેમેરાના કારણે થતી ગુનાખોરીને ઉકેલવામાં મદદરૂપ મળશે.
આવા નવા વિસ્તારોમાં નવા મુખ્ય ટીપી રોડ જે 30 મીટર અને 24 મીટરથી મોટા હોય તેમજ મુખ્ય જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર 2000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી કંટ્રોલરૂમ ખાતેથી તમામ કેમેરાનું મોનિટિંગ થાય છે તે આ સ્થળ પરથી જ મોનિટરિંગ થશે. નવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ત્યાં લગાવવાનું આયોજન કરાયું છે.
પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પર નજર રાખવામાં આવશે. જો ક્યાંય ગટર ઉભરાયેલી હોય અથવા તો પાણી લીકેજ હોય તેમજ રોડ પર સફાઈ ન થઈ હોય અને રખડતા ઢોર જોવા મળતા હોય તો આ સીસીટીવી કેમેરાની મદદથી જે-તે વોર્ડના અધિકારીનું ધ્યાન દોરી અને કામગીરી કરવા માટેની સૂચના પણ આપવામાં આવશે.