28.7 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદીઓ સાવધાન, હવે ટ્રાફિકના નિયમો તોડ્યા તો મેમો પાક્કો, ટ્રાફિક પોલીસે VOC મોબાઈલ એપ્લિકેશન બનાવી

Share

અમદાવાદ : અમદાવાદ પોલીસે એક ખાસ પ્રકારની એપ્લિકેશન બનાવી છે. ટ્રાફિક વિભાગ દ્વારા Violation on Camera (VoC) નામની એપ્લીકેશનને લોન્ચ કરીને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાની નવી પહેલ ટ્રાફિક પોલીસે કરી છે. ‘VoC ચલાન’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયમનનુ પાલન નહિ કરવાર વાહન ચાલકને દંડ ફટકારીને કાર્યવાહીને મજબુત અને અસરકારક બનાવવાનો પ્રયાસ શરૂ કરવામા આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ટ્રાફિકના સુપરવિઝન હેઠળ VoC એપ્લીકેશન ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના સહયોગથી શરૂ કરવામા આવી છે. મહત્વનુ છે કે પોલીસ વિભાગમાં સ્થળદંડ આપવાની સત્તા હેડ-કોન્સ્ટેબલ અને તેમનાથી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલ છે, પરંતુ ટ્રાફિક વિભાગમાં 65% પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. જે રોડ પર ટ્રાફિક નિયમન કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ દંડ કરે છે, પરંતુ આ એપ્લીકેશનથી હવે કોન્સ્ટેબલ પણ સ્થળ પર ઈ મેમો જનરેટ કરીને નિયમનુ પાલન નહિ કરનાર વાહન ચાલકને દંડ ફટકારશે.

હાલ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસના સીસીટીવી કેમેરા સર્વેલન્સ થકી ટ્રાફિક નિયમનના પાલન અંગે દેખરેખ રાખવામાં આવે છે. સાથે સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ પ્રત્યક્ષ રીતે વાહનચાલકોને ટ્રાફિકના નિયમો જોડવા બાબતે મેન્યુઅલી મેમો ફાડીને દંડ વસૂલતી હોય છે. પરંતુ હવે શહેરમાં યોગ્ય અને સરળ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે કવાયત હાથ ધરી છે. જેને લઈને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી હવે મેમો જનરેટ થશે.

એપ્લિકેશન કઈ રીતે કામ કરશે
VoC ઍપ્લિકેશનમા NIC દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ જે કેમેરા દ્રારા સીધુ જનરેટ થશે
નિયમ ઉલ્લંઘનનો ફોટો લઈ વાહનનો નંબર એન્ટ્રી કરાશે
સારથી અને વાહન પોર્ટલ પરથી તમામ વિગતો ઑટોમેટિક એડ થઈ જશે
ઉલ્લંઘનનો પ્રકાર સિલેકટ કરી લોકેશન ઍડ કરવામા આવશે
‘send to control room’ અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં વિગતો ચેક કરીને approve કરવાથી ચલાન જનરેટ થશે અને વાહન માલિકને SMSથી જાણ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles