ગાંધીનગર : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને IPS અધિકારી રાજકુમાર પાંડિયન વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જીગ્નેશ મેવાણીનો આરોપ છે કે, તેઓ દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયા હતા પરંતુ અધિકારી રાજકુમાર પાંડિયન દ્વારા તેમનુ અપમાન કરવામાં આવ્યું જેથી જીગ્નેશ મેવાણી આ મામલે લાલઘૂમ થયા છે. આ મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, દલિત–સામાજિક સંગઠનો તેમજ કૉંગ્રેસના કાર્યકરો ગાંધીનગરમાં આવેલી DG ઑફિસની બહાર દેખાવ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને IPS અધિકારી રાજકુમાર પાંડિયન વચ્ચેનો વિવાદ વચ્ચે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સમર્થનમાં મોટી સંખ્યામાં દલિત–સામાજિક સંગઠનો તેમજ કૉંગ્રેસના કાર્યકરો ગાંધીનગરમાં આવેલી DG ઑફિસની બહાર દેખાવ કર્યો હતો.અને તેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન જીગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા હતા. જીગ્નેશ મેવાણીએ એક જ માંગ કરી છે કે, ગેરવર્તણૂક મામલે રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ IPS રાજકુમાર પાંડિયન, મારી કોઇપણ સમયે હત્યા કે એન્કાઉન્ટર કરાઇ શકે છે. આ ગર્ભિત ભય વ્યક્ત કરીને IPS પાંડિયન વિરૂદ્ધ કાર્યવાહી કરવા CMને પત્ર લખ્યો હતો. DG ઓફિસમાં રાજકુમાર પાંડિયને ખરાબ વર્તન કર્યાનો આરોપ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ લગાવ્યો હતો. જો કે આ આરોપોને IPS રાજકુમાર પાંડિયન ફગાવ્યા છે.