અમદાવાદ : રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. ઘણા લાંબા સમય બાદ આજે કોરોના 100થી વધુ કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય લાગી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા છે તો બીજી તરફ 29 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 29 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન એક પણ મૃત્યુ નથી નોંધાયું. અમદાવાદ કોર્પોરેશનમાં 48 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. આમ અમદાવાદ જિલ્લા અને કોર્પોરેશનમાં કુલ 50 કોરોના કેસ નોંધાયા છે.