અમદાવાદ: ગુજરાતમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રિક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વાહન સંઘે ભાડામાં વધારાની માંગ કરી હતી. જોકે સંઘની માંગને ધ્યાનમાં રાખતાં સરકારે જાહેરાત કરી છે. પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી અલગ-અલગ રિક્શા યુનિયનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બાદ જાહેરાત કરી હતી કે મિનિમન ભાડું હાલ 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, અને ત્યારબાદ દર કિલોમીટરનું હાલનું ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા થઇ ગયું છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીએ કરેલા નિર્ણય અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ગેસના ભાવ વધવાના કારણે રીક્ષા ચાલકોને દરરોજ 50 થી 60 રૂપિયાનું આર્થિક નુકશાન વેઠવું પડતું હતું. જોકે આજે રીક્ષા એસોસિયેશન સાથે થયેલી વાટાઘાટો બાદ લાખો રીક્ષા ચાલકો માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 10 જૂન 2022 થી રીક્ષા ભાડામાં મિનિમમ 1 કી. મી ના 20 રૂપિયા અને ત્યારબાદ પ્રત્યેક કી.મી. દીઠ 15 નું ભાડું વસુલવામાં આવશે.