21.9 C
Gujarat
Thursday, January 2, 2025

આવતીકાલથી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ રિઝર્વેશન કેન્દ્રની ફરીથી શરૂઆત

Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તાર અને તેમાંય ખાસ વેજલપુર, પાલડી, વાસણા અને સેટેલાઈટ વિસ્તારના લોકો માટે રેલવે ટિકિટ રિઝર્વેશન કરવા માટે વધુ સરળતા રહે એ માટે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા માટે રેલવે ટિકિટ રિઝર્વેશન કેન્દ્રની ફરીથી શરૂઆત આવતીકાલથી એટલે કે નવમી જૂનથી શરૂ થશે.

અગાઉ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર બોટાદ-ગાંધીધામ મીટર ગેજ કન્વર્ઝનની કામગીરી ચાલુ હોવાથી રિઝર્વેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું. જોકે હવે આ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે જેથી પ્રવાસીઓને સરળતા રહે તે હેતુથી ફરીથી રિઝર્વેશન સેન્ટરની શરૂઆત થશે.

વસ્ત્રાપુર સ્ટેશન પરનું રિઝર્વેશન સેન્ટર સોમવારથી શનિવાર સુધી સવારે 8:00 થી 20:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને રિઝર્વેશન સેન્ટર રવિવારે બપોરે 14:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મુસાફરોને રિઝર્વેશન સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles