અમદાવાદ : શહેરના નારણપુરામાં આવેલી સંગીતા સોસાયટીમાં મકાન ભાડે રાખીને સરસપુરના એક લિસ્ટેડ બુટલેગરે શરૂ કરેલા જુગારના અડ્ડા પર ક્રાઇમબ્રાંચના સ્ટાફે દરોડો પાડીને 18 લોકોની ધરપકડ કરીને 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. આ કેસના મુખ્ય આરોપી વિરૂદ્ધ અત્યાર સુધીમાં જુગારના અનેક કેસ નોંધાઇ ચુક્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે મુળ સરસપુર કડીયાવાડમાં રહેતો અલ્પેશ પટેલ નારણપુરા અંકુર રોડ પર આવેલી સંગીતા સોસાયટીમાં આવેલા એક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને કમિશન પર મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે.ક્રાઇમબ્રાંચના સ્ટાફે દરોડો પાડીને 18 લોકોની ધરપકડ કરીને 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.તેમની પાસેથી પોલીસને રોકડ અને ફોન મળી આવ્યા છે. સોલા, સરદારનગર, શાહીબાગ, માધુપુરા, શાહપુર અને વાડજમાં જુગારના અડ્ડાથી લોકો પરેશાન છે.
ઝડપાયેલા જુગારીઓમાં અલ્પેશ ઉર્ફે ટોનો નરેશ પટેલ, ચિરાગ ઉર્ફે ચિન્ટુ રાજેશ પટણી, વિક્રમ સત્યપ્રકાશ કઢેરિયા,રાકેશ ઉર્ફે રાકલો મારવાડી, પાર્થ ઉર્ફે ભયલુ પરમાર, હિતેષ ઉર્ફે હિતિયો યાદવ, ભૂપેન્દ્ર કેશવલાલ જૈન, રાહુલ અલપેશભાઇ ચૌહાણ, વિશાલ વિષ્ણુંભાઇ પરાડિયા, બાબુ કિશનભાઇ મારવાડી, સુનિલ ત્રિકમલાલ જૈન, અશોક ઉર્ફે લખોટી રામચંદ્ર દંતાણી, મનિષ જાનકીપ્રસાદ બાજપાઇ, નિકુલ ખોડિદાસ પટેલ, હિતેશ મહેશભાઇ રાણા, અબ્લુલ રઝાક કુરેશી, હીરાભાઇ પરમાર, કરણ યોગેશભાઇ શાહનો સમાવેશ થાય છે.